Major Change in UP Congress: ઉત્તર પ્રદેશમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના રાજ્ય સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કોંગ્રેસે આરાધના મિશ્રા ‘મોના’ને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી (UPCC)ના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અજય રાયનું સ્થાન લેશે. આ સાથે સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદને UP કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બંને નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે
Major Change in UP Congress: આરાધના મિશ્રાને મોટી જવાબદારી

આરાધના મિશ્રા ‘મોના’ પ્રતાપગઢની રામપુર ખાસ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ ત્રણ વખત રામપુર ખાસ બેઠક પરથી ચૂંટાઈ ચૂક્યા છે. હવે તેમને સમગ્ર રાજ્ય સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે.
Major Change in UP Congress: ઇમરાન મસૂદ કાર્યકારી અધ્યક્ષ
સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદને પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. સંગઠનના આ ફેરફાર સાથે કોંગ્રેસે રાજ્યના વિવિધ વિસ્તારો અને સામાજિક વર્ગોમાં પોતાની સંગઠનાત્મક પહોંચ વધારવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

અન્ય નેતાઓને પણ જવાબદારી
કોંગ્રેસે UP સંગઠનમાં અન્ય નિયુક્તિઓ પણ કરી છે. દેવેન્દ્ર નિષાદ અને આલોક પ્રસાદને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. આ ફેરફારો 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો, ત્રણ અઠવાડિયામાં $38 અબજ ઘટ્યા

